શેતાન શત્રુ જોર દબાવી પાપ તણો સંહાર કરોને,
જીવનનો જે માર્ગ ભયંકર, તે પર પ્રેમી હાથ ધરોને.
આત્મિક હથિયાર અમને સજાવી, શેતાન શત્રુનો નાશ કરોને.
કાપો કુબુદ્ધિ આપો સબુદ્ધિ, પ્રેમી પ્રભુજી રહેમ ધરોને,
જુવાનીનું મજ જોર બધુંએ, તમ સેવામાં ખર્ચ કરોને.
સ્વર્ગીય પંથની દોડ દોડાવો, જીવન દોરી હાથ ધરોને.