રાગ : "આવો તેની પાસે પાપની"
રણશિંગડું વાગે છે, સૂણો તેનો નાદ,

શેતાન સામે લડવા બોલાવે;
મુકિતનો સંદેશો ફેલાવો, ગામે ગામ,
કે ઇસુ છૂટા કરશે પાપના સૌ ગુલામ,
વિશ્રાન્તિ લેશો મા, પણ જાગૃત થાવ બધા, જય મળશે સર્વદા.

ખ્રિસ્તની સાથે મળી કરો હિંમતથી લડાઇ,

બોલો બધા "ઇસુ ખ્રિસ્તની જય";
અંધકારની ફોજો જો કે કરે ઘણું બળ,
તો પણ લઇ જશે ઇસુ આપણને આગળ,
તે પર મન રાખો સ્થિર, ને દુ : ખમાં ધરો ધીર, ઓ સાચા શૂરવીર.

તલવાર હાથમાં લઇને શત્રુની સામે થાઓ,

વિશ્વાસ તણું બખ્તર પહેરી લો;
શેતાનના તીરો તેથી ભાંગી જશે સૌ,
તરવારથી પાપીનાં હદયો વીંધેલ,
સૌ પાપો તજીને, ને ઇસુ ભજીને, જાઓ તારવા બીજાને.