ટેક - ફોજની સ્થાપન કરેલી રે જુઓ ધજા છે પેલી,

મનડું મોહિત કરનારી રે, જગમાં ઊડે અલબેલી.

આપણી ધજામાં ખૂબી છે કેવી ?

રંગ ઞણેની બનેલી રે જગમાં ઊડે અલબેલી.

લાલ નિશાની તે લોહીની ધારો,

ગલગથા ઉપર રેડેલી રે જગમાં ઊડે અલબેલી.

પીળી નિશાની તે આગની ધારો,

સંતો ઉપર ઉતરેલી રે જગમાં ઊડે અલબેલી.

આસમાની રંગમાં નિર્મળતા પૂરી,

ચોખ્ખાઇ જેમાં ભરેલી રે જગમાં ઊડે અલબેલી.

વાંસડો તે તો સ્થિરતાને જાણેા,

સાથે તેની જોડેલી રે, જગમાં ઊડે અલબેલી.