ટેક-સૂણો યુદ્ધનો પોકાર, સિપાઇઓ શૂરા થાઓ.

ને લોકોને લાવવા ખ્રિસ્તની ગમ, લડાઇમાં આગળ ધાઓ.

પાપના દાસપણામાં જુઓ, લાખો બંદીવાન,

તેમને તારવા આપણો દેવ છે, સર્વ શકિતમાન,

અંધકારની ઘાતકી ફોજો, કરે ઘણું જોર,

ઇસુ તેમને તારવા માટે, અમને આગળ દોર.

કરોડો હજી જાણતા નથી, પ્રિય ઇસુ નામ,

તેમને તારનાર વિષે કહેવા, ફરીએ ઠામે ઠામ.