ટેક - ઇસુ જગની છે તારનારો તેની ગમ ફરો રે.
દેવ નહિ પૂછે જાત તમારી, બોલે છે શું ચાલ છે સારી ?

પાપનો બોજો જે છે ભારી, તે ઉતારશે રે.

પાપથી જેટલા છો લાદેલા, મનમાં ઘણું દુઃખ પામેલા,

કષ્ટિત તથા શોક ભરેલા, જલ્દી આવો રે.

પાપની ઊંઘથી તમે જાગો, ર્નકના દંડથી વહેલા ભાગો,

માફી તરત ઇસુથી માગો, મુકિત પામો રે.