ફરજની વાટ કિનાર, વહે છે કૃપાની ધાર,

તે વાટમાં જે જનાર, તેને છે સુખ અપાર.

ઇસુ છે અંદર, હું તેનું મંદિર, તે છે મારો મદદગાર,

તે છે આગળ, હું છું પાછળ, મજ પર તેનો છે બહું પ્યાર !

સત્યને ગ્રહું, આત્માએ ચાલું, ખરું કરવા છું તૈયાર,

એવી રીતે જીવન ગાળું, તેથી જીતું વારંવાર !

હે મારા ત્રાતા, લે મને હાથમાં, અમર આત્માઓને તાર,

પવિત્રાઇ ને પરિશ્રમે, તું છે ફતેહ પમાડનાર.