SA288
૧ | શૂરા સિપાઇઓ છીએ શૂરા સિપાઇઓ; ઇસુની મહા સેના મધ્યે શૂરા સિપાઇઓ. |
૨ | કરીએ કઠણ યુદ્ધ આપણે કરીએ કઠણ યુદ્ધ; પૂરા મનથી લડીશું શેતાનની વિરુદ્ધ. |
૩ | તજીએ સઘળો ભય, આપણે તજીએ સઘળો ભય; બીક મૂકી ઉપર ચડીને પામીએ પૂરો જય. |
૪ | સોનેરી મુગટ કાજ, ભાઇઓ સોનેરી મુગટ કાજ, મોત સુધી લડી લડીને, પામીએ સ્વર્ગી તાજ. |
૫ | હિંમતવાન થજો, ભાઇઓ હિંમતવાન થજો; સાંભળશો "શાબાશ" જે વારે ફાટશે સ્વર્ગી પોહ. |