તે કૃપા વધ આપે, જયમ બોજ આપણા વધે,

તે બળ વધુ આપે, જયમ શ્રમ વધતો જાય,
વધતા દુઃખો સાથે તેની દયા વધતી જાય,
કસોટી વધે તેમ તેની શાંતિ વધે.

જયારે આવે અંત મારી સહન શકિતનો

દિન અડધામાં બળ મારું ધટી જાએ,
એકઠી થાએલ શકિતનો અંત જયારે આવે
ત્યારે પૂર્ણાશિષ પિતાની માત્ર શરુ થાય છે.

તેના પ્રેમની કોઇ હદ નહિ, તેની કૃપાનું માપ નહિ,

તેની શકિતની સીમા, માનવે જાણી નહિ,
કાંકે ખ્રિસ્તમાંથી તેની વિપુલ સંપતિમાંથી,
તે આપે છે, આપે ને આપ્યે જે જાય છે.