કેવું અજબ એ ચાલવું દેવ સંગે,

જે માર્ગ ચાલ્યા સંતો આ જગે,
કેવું અજબ એ બોલ તેનો સૂણ;
બીઃ મા,ધર વિશ્વાસ,તુજ દોરનારો હું.

કેવું અજબ એ વાત કરું દેવ સંગ,

ચિંતાઓ વ્હે જયારે જળ રેલની જેમ,
કેવું અજબ એ સૂણવી તેની વાણ,
તે બોલે જયારે, હરખે છે વેરાન,

કેટલું અજબ એ દેવ સ્તુતિ કરું,

તેની છડીથી દિલાસો પામું,
કેટલું અજબ કે તેને સ્તવું નિત,
તેના પરાક્રમ મજ મન ગાયે ગીત.

કેટલું અજબ કે લડું દેવને કાજ,

પાપીને લાવું મૂલવાન લોહીની પાસ,
કેટલું અજબ કે તલવાર તેની લઉં,
ખ્રિસ્તના મહા શત્રુ, પાપ સામે લડું.

કેટલું અજબ કે રહેવું દેવ સંગે,

મોત નદી પર જાઉં હું જે વારે,
કેટલું અજબ કે જાઉં નજરો નજર,
જયારે લડી હું, જીતું સ્વર્ગી દોડ.