રાગઃ શોર્ય બતાવી યુદ્ધ કર.
હે સ્વામી તુજ સાથ આવવા દે

નમ્ર સેવાના માર્ગ માંહે,
શિખવ તુજ મર્મ મને રોજ,
શ્રમ ને ચિંતાનો સ્હેવા બોજ.

વેગે સંચરવા દેજે હાથ,

પ્રેમે બોલ અંતરમાં હે નાથ !
અટવાતા પાય રોકતાં શીખાડ,
દોરી જા સ્વ ર્ગે થઇ સંગાત.

શીખાડ ધીરજ, તુજ સાથે નિત,

તુજ પાસ રહેવા ઇશ્વર ખચીત;
કામમાં ગ્રહીને દ્રઢ વિશ્વાસ,
વિશ્વાસે જીત પાપ ઉપર ખાસ.

આશાનાં કિરણ ચળકે ખાસ,

ભાવિ પંથે દિવ્ય પ્રકાશ;
શાંતિનો જે તું છે દાતા.
જીવવા દે તુજ સાથે ત્રાતા.