ઈસુ માયાળુ આત્મ પ્રેમી, મજ મિત્રને દેનાર પાપ માફી,

મજ હૃદયનો બાગ તું સાચવનાર, ઈસુ તું છે મારું સર્વસ્વ.
ટેક : ઈસુ તું છે મારું સર્વસ્વ, ઈસુ તું છે મારુ સર્વસ્વ,
તુજમાં ટકનાર આનદ મળે છે, ઈસુ તું છે મારુ સર્વસ્વ.

જગિક આનંદ મજ કામનો નહિ, તેનાં વાનાં સૌ ઉપયોગી નહિ,

મજ મિત્ર બચાવ તુજ દ્રષ્ટિએ, ઇસુ તું છે મારું સર્વસ્વ.

તુજ ઘાયલ પાયે હું પડું છું, ઊંચ્ચ ભાવે હું તને ભજું છું,

સાંભળું તુજ પ્રેમી અવાજમાં, ઇસુ તું છે મારું સર્વસ્વ.