પ્રભુ તારો છું, તારી સૂણી વાત, જાણી તુજ અજબ પ્રીતિ;

ખરા વિશ્વાસે આવું તારી પાસ, રે`વાને જ્યાં ન ભીતિ.
ટેક : મને પાસે પાસે પ્રભુ પાસે લાવ, મારે કાજ જ્યાં મોત સહયું.
મને પાસે પાસે સ્તંભ પાસે લાવ જ્યાંથી મૂલવાન લોહી વહ્યું.

મને અર્પિત કર, તારી સેવા કાજ, તારી મોટી કૃપાએ,

મારા આત્માના ડાઘો ધોઈ આજ, તારી મરજી મારી થાએ.

ઘડી ભર જો હું મળું તારી સાથ, અંતરમાં આનંદ થાએ;

જ્યારે ભકિત હું કરું દીનાનાથ, મળું જેમ મિત્રો મળે.

કળી શકુંના, તારો ઊંડો પ્યાર, જ્યાં સુધી આ જગમાં વાસ;

જોવા પામીશ હું તારો હર્ષ અપાર, જ્યારે આવીશ તારી પાસ.