૧
|
મન મારૂં ખ્રિસ્તને સોંપું, ભય સુદ્ધાં,
આશા ને ઉત્કંઠા, જે મનમાં,
તેને શોધતાં જડશે, સત્ શાંતિ
તે પર પ્રીત સજ્જડ છે, વિશ્રાંતિ,
ત્રાતાથી મળે છે, મનમાં એક, મળી છેક.
|
૨
|
મજ જીવન ખ્રિસ્તને સોંપું, ચિંતા સહુ,
તેને પાયે અર્પુ , આપીજ દઉં
જગનું ધન છે માયા, ઝાંઝવા,
તેથી કોણ ધરાયા, સંસારમાં ?
ખ્રિસ્ત છે મારું બધું દુઃખભંજન, મનરંજન.
|
૩
|
મજ પાપ હું ખ્રિસ્તને સોંપુ, સમૂળગાં,
કાઢ મનથી હે પ્રભુ, સૌ દગા,
આવી હું નમું છું, તેને પાય,
તેનું રકત ને વચન, છે ઉપાય;
હાલ તે મને કહે છે, “સુખ થા, લે ક્ષમા.”
|
૪
|
હું ખ્રિસ્તને બધું સોંપું, જાણે છે
કે હું કેટલું ચાહું, આ દાનને;
તેશ્રી ન છૂપાવું. કંઈ જ પણ,
તેનો સ્થંભ નિહાળી થઉં અર્પણ,
અગ્નિ મજ પર આવ્યો ! જય પ્રભુ, જીત્યો હું.
|