રાગઃ મારું શોભિતું ઘર.
હું પાપનો ગુલામ રહુ. કેમ ? શત્રુની ચાલે સત્તા એેમ,

હું ચડતો પડતો રહું સદા, એવી ન હોય ઇશ્વરેચ્છા.
મારે માટે છે જય! મારે માટે છે જય! ઇસુના લોહીથી મારે માટે છે જય
છૂટકો આપવા તે અવતર્યો, આપણને દેવા પૂરો જય.

રે`મ પામ્યા લગ પાપ રાજ કરશે, રે`મ પામવાથી પાપી તરશે,

પણ હવે ખ્રિસ્ત, કૃપા કરી, તું મને આપ મુક્તિ પૂરી.

તું મારું બળ, મજ બધું થા, તો કૃપાથી ટકીશ સદા,

તુજ હાથમાંથી કોણ છે પાડનારો, જીતનારથી અધિક હું થનાર.

એમ ન થાય કે હું કરૂં ગર્વ, કેમકે તું મજમાં કરે સર્વ,

કૃપાએ નમ્ર રહે મન, ધન છે ! મારા પ્રભુને ધન !