ઇસુ, સૂણ સિપાઈની પ્રાર્થના જગને બચાવ,

લાખો મરે મુકિત વિના, જગને બચાવ.
તારી ફોજમાં ટકીશું દુઃખથી અમે બીનાર નથી,
તું કહે તેમજ કરીશું જગને બચાવ.

શત્રુને તું હરાવે છે - જગને બચાવ.

જીતવાનો નિશ્ચે છે ઠરાવ છે - જગને બચાવ.
ફોજની ધજા ઉંચકીને,પાપના કિલ્લાઓને તોડી,
અમે જીતીશુ નિશ્ચે, જગને બચાવ ! બચાવ.

લાખો પાપથી હાલ ફરે છે, - જગને બચાવ,

આત્મિક અગ્નિ હાલ બળે છે, - જગને બચાવ.
તેની જવાળા બહુ ફેલાય, લાખો લોકો મુકિત પામે,
ઇસુ નામનો મહિમા થાય, જગને બચાવ ! બચાવ.

દરેક દેશ પર તું રાજ કરે, - જગને બચાવ,

પૃથ્વી મુકિતથી તું ભરે, - જગને બચાવ.
તું અમારો છે તારનાર,જીતવાને તું શકિત આપશે,
નિશ્ચે થઇશું જીતનાર, જગને બચાવ.