હે ઇશ્વરના ઘાયલ હલવાન, રક્ત તુજમાં કરું મારું સ્નાન

જો તારા ઘામાં રહું તો દુઃખ, બદલાઇ થશે જીવન સુખ.

લે મન મારું ને રાખ સદાય, બંધ સૌને કાજ તારા સિવાય,

મન મારાં પર તું મારજે છાપ, ને તેમાં તારું રાજય સ્થાપ.

તારા વીંધેલા હૃદયમાં, વસનારની કેટલી ધન્યતા,

જીવન ને બળ તેમને મળશે, ને તેમનાં કામ સંધા ફળશે.

મન નરમ થઇ રહે આંસુઓ, વર્ણન ન થાય પ્રેમ તારાનું,

બીજાનો નવ હરું વિચાર, તું મજ કાજ મૂઓ છે તારનાર.