હું અર્પુ છું તન, મન, ધન, હે ઇસુ હાલ તને,

પામવાને પૂરું સાફ મન, આવું છું તુજ પાસે.
આ વેદી પર હું રાખું, પડે પવિત્ર આગ,
મજ પર, મજ પર, મજ પર,પડે શુદ્ધ કરનાર આગ.

હે ઇસુ મારા ત્રાતા, તું મારો મદદગાર,

દિલ મારું નિર્મળ કરજે, ને દે પૂરો ઉદ્ધાર.

હાલ શુદ્ધ અગ્નિ મોકલ તું, ને દિલમાં ભર પ્રકાશ,

ને મારું આ સૌ અર્પણ, કરજે મંજૂર તું ખાસ.

હું તારો છું હે પ્રભુ, એ મારો છે કરાર,

મને તારી શકિતએ, કરજે સદા જીતનાર.