SA253
૧ | તુજ પાસ હું નમું એટલામાં, તુજ પ્રીતનું દાન દેજે, માનવને તારવાની ઇચ્છા, ભરજે મજ હૃદયે. |
૨ | મજમાં કામ તારું પૂરું કર, કરું ઇચ્છા તારી; પાપ વગર રાખજે જીવન ભર, પાળું આજ્ઞા તારી. |
૩ | પરાક્રમનું બાપ્તિસમાં દે, મજ પર રેડ તુજ આત્મા; કે આગથી ભરપૂર થઇને, રહું તુજ સંગતમાં. |
૪ | હું આ અંધારા જગતમાં, બઘે કરું પ્રકાશ; ને વિશ્વાસુ રહુ સદા, કે જન લાવું તુજ પાસ. |