મને દોર યહોવાહ મહાન, હું પ્રવાસી અવનિ પર;

હું છું દુર્બળ તુ છે બળવાન, તારા હાથમાં મને ધર,
સ્વર્ગી આહાર, મજ આત્માને તૃત્પ કર,

ઉઘાડ શુદ્ધ કરનાર ઝરાને, જેથી અશુદ્ધ થાય નિર્મળ,

અગ્નિ સ્તંભ રોજ દોરે મને, અંત લગ મારી કર સંભાળ,
બળવાન ત્રાતા, થજે તુ મજ બળ ને ઢાલ.

જયારે મોતની નદી આવે,ત્યારે તું ઉતારજે પાર;

તું તો મોતનો નાશ કરાવે,સર્વ ભયથી છે તારનાર,
સદા ગાઇશ, તારા સ્તોત્રો ને આભાર.