SA247
૧ | ઇસુ, મજ સત્યતા,તું સન્માર્ગ છે મારો; મારું અજવાળું છે સદા, ને મારો ભોમિયો. |
૨ | તું મારું છે સુજ્ઞાન, તું મારો સદ્ગુરુ; મજ સલાહ આપનાર કૃપાવાન કર તારું કામ પુરુ. |
૩ | હું બહુ અઘૂરો છું, પણ સંગમાં રાખ તારી; તારી કૃપા પર છે વિશ્વાસ, સ્તંભ પર છે આશ મારી. |
૪ | બચાવી રાખ મને, પવિત્ર કર પુરો; સંકટ આવે તો રાખજે સ્થિર, ને મને કર શૂરો. |
૫ | આપું સાક્ષી બઘે, શબ્દો ને કૃત્યોથી; સઘળાં પાપથી શુદ્ધ રાખ મને, સ્વર્ગે જાઉં ત્યાં સુઘી. |