દેવ મને એવો વિશ્વાસ દે, જેથી પર્વતો ખસેડાય,

તે પ્રાર્થના કરનાર પ્રીતિ દે, જે તારવા તલપી રહે સહાય,
પ્રેમ તારો મજ પર પામો જીત, તુજ મોટી આગ સ્વરુપી પ્રીત.

હું સમયને ખરીદી લઉ,ને જીવું કરવા એકજ કામ,

કે લોકને તારવા શ્રમ કરુ, તેમને સંભળાવવા તારું નામ,
પાપથી ફેરવવા ખ્રિસ્તની ગમ, કે રકતે શુદ્ધ રખાય હરદમ.

તે દીધાં જેટલાં બુદ્ધિ બળ, તેટલાં તું હાથમાં પાછાં લે,

વાત તારી ફેલાવવા હર પળ, મહિમાવાન કરવા તને;
હર પળ તારી સમજીને હું, સદા સુવાર્તા કહેતો રહું.

હૃદય મારાને મોટું કર, તુજ પ્રેમરૂપ આગથી તે ઉભરાય,

તો પ્રેમ તારાથી થઇ નિડર, હું કરીશ જેટલુ મજથી થાય;
જેઓને કાજ તેં સહ્યું મરણ, તેઓને લાવવા તારે શરણ.