હે પાળક આત્માના મારા, મન મારાનો પ્રીતમ છે તું

નિરંતર તુજ પાસે રહેવા, હું ખરા મનથી માગું છું;
જયાં સર્વ જે તને માને છે, તારી ગોદમાં આરામ લે છે,
ને તાપથી બચાવ પામે છે, તે ચારો મુજને જોઇએ છે.

ઓ બતાવ તે દિલખુશ જગ્યા, તુજ લોકોનું ખરું રહેઠાણ,

નિહાળે છે સૌ તુજને જયાં, પામી મનનું સત્ય બદલાણ;
તુજ પ્રેમ દર્શાવ પાપી ઉપર, મોત તારુ પણ સ્તંભની ઉપર,
મને લઇ જા કાલવારી પર, કે તુજ સાથે થાઉં મરનાર.

ત્યાં તારા હલવાનની સાથે, છે રહેવાની ઘણી ઇચ્છા,

તે સત્યરૂપ પહાડની છાંયે, પ્રેમ તારામાં રહું સદા;
એજ મોટી ઇચ્છા મારી છે, કે ત્યાંથી કદી નહિ ખસું,
તારી ઘાયલ કૂંખમાં થઇ, દિલ તારામાં સદા વસું.