દશ કુમારીકાઓ વરને મળવા ગઇ,

પોતાની મશાલો લઇને વરને મળવા ગઇ,

પાંચ બુદ્ધિ પામી પણ પાંચ મૂર્ખી રહી,

બુદ્ધિવંતી મૂર્ખી સાથે વરને મળવા ગઇ,

મૂર્ખોઓએ લઇ મશાલો તેલને લોધું નહિ.

તેલ સાથે લાવવું એટલી એમની બુદ્ધિ નહિ.

વરને લાગી વાર એટલે બધી ઝોકાં ખાઇ.

બુદ્ધિવંતી મૂર્ખીઓની, સાથે ઊંધી ગઇ.

અર્ધી રાત ગઇ એટલે મોટી બૂમ થઇ.

બુદ્ધિવંતી મૂર્ખી ઉઠી વરને મળવા ગઇ.

ત્યારે મૂર્ખીઓએ કહ્યું તેલ આપજો બાઇ.

કેમકે અમારી મશાલો બધો હોલવાઇ ગઇ.

બુદ્ધિવંતી કહે અમને સૌને બસ નહિ થાય.

વેપારીને ત્યાં જઇને તેલ લાવજો બાઇ.

તેલ લેવા ગઇ એટલામાં વેળા વીતિ ગઇ.

બુદ્ધિવંતી વરની સાથે મિજબાનીમાં ગઇ.

બારણું બંઘ થયું એટલે મૂર્ખીઓ આવો.

બોલી પ્રભુ તું ઉઘાડને આવવા દે જે મહી.

૧૦ વરે ઉત્તર આપ્યો કે બારણું ન ખોલાય.

હવે મુકિત પામવાની વેળા વીતિ ગઇ.