૧
|
હાલ સંભળાવજે વાણી તારી, સાંભળતાંજ હું છું માનનાર,
તુજ પાસ એ છે પ્રાર્થના મારી સૌ બીક મટાડ;
રે હાલ પ્રકાશ પાડીને, ગર્જ મારી પ્રગટ કર,
હાલ તું પ્રાર્થના સાંભળીને, બોલજે, હું છું માનનાર.
ટેક : બોલ ત્રાતા બોલ, હું માનીશ હુકમ તારો;
જે હું શોધું છું હાલ, પાપથી પામવા છુટકારો.
|
૨
|
સંભળાવજે ને તારી પાછળ, સાંકડી વાટમાં ચાલીશ,
જ્યાં લગ તું છે મારી આગળ,હું દુઃખને સુખ માનીશ;
મારું મન છે તારું મંદિર, તારા પ્રેમથી કર ભરપૂર,
પાપ તજીને થઇશ શૂરવીર, તારોજ થઇશ જરૂર.
|
૩
|
મને સદા ખ્રિસ્તનું લોહી, મનમાં કર્યા કરે શુદ્ધ,
તને નહિ દુઃખાવું કદી, પાપ કરી તુજ વિરૂદ્ધ
તજું છું આ જગની મઝા, આપ સ્વાર્થ ને અભિમાન.
પામી ધન વધુ સૌ કરતાં, ઇસુ ને તેનું ત્રાણ.
|