પૂછે છે પ્રભુ, તું ચાહે મને !

પ્રભુ તું જાણે હું ચાહું તને
મૂલ પ્રેમનું તેની કસોટીથી જણાય
ઇસુ હું અર્પિશ મુજ વા'લું ને ઉત્તમ.

ટેકઃ મુજ પૂર્ણ મન તું જાણે છે પ્રભુ,

તુજ પર મજ પ્રેમ છે તું જાણે પ્રભુ,
માગ મુજ ભકિતની કસોટીથી જણાય
ઇસુ હું અર્પિશ મુજ વા'લુંને ઉત્તમ.

મન મારું, જો સંપત્તિમાં રાચે,

તુજ પ્રસન્નતા મને કેમ કરી મળે,
મહા મૂલે મેળવ્યો તેં મારો ઉદ્ધાર
તને સંતોષશે મારું પૂર્ણાપર્ણ.

તુજ ચરણ આગળ મુજ ભીતિ ધરું

નિર્બળતા મારી તુજ શકિત પર નાખું
પુરી થાય તુજ ઇચ્છા મુજ જીવનમાં
બોલ, ઉત્તર દે, તુજ બાળ સાંભળે છે.

Media