મજને જોઇએ વિશ્વાસ, પહાડને ખસેડે જે,

ને ખ્રિસ્ત રૂધિર પર ટેકી ખાસ, પ્રીતે સૌ કામ કરે.

મજને જોઇએ વિશ્વાસ, આનંદી રહે છે જે,

ને દુઃખમાં કરે છે ઉલ્લાસ, સ્વર્ગે પહોચાડે છે.

મજને જોઇએ વિશ્વાસ, જે થાકે નવ કદી,

જે ખ્રિસ્ત પર તાકી રે છે ખાસ, કાયમ રહે અંત સુધી.

મજને જોઇએ વિશ્વાસ, જે થાય જ નહિ નિષ્ફળ,

ને જયારે શેતાન આપે ત્રાસ, દે મને વધુ બળ.

મજને જોઇએ વિશ્વાસ, પામવાને પૂરો પ્રેમ,

કે રોજ પામું વધુ પ્રકાશ, ને લડું જોઇએ તેમ.

મજને જોઇએ વિશ્વાસ, કે જય પામું નિશ્ચે,

આત્માની શકિત રહે મજ પાસ, મજ આત્મા જીવતો રહે.