મજ પર શ્વાસ નાખ પ્રભુ, દે નવ જીવન ને બળ,

તું ચા'ય તેની હું પ્રીત કરું, ને કામ કરું હર પળ,
ટેક- આત્મા તું રેડ મારા પર, મારા મનને પ્રેમથી ભર;
આત્મા રેડ હે મારા , તારે કાજ તું પૂરણ કર.

મજ પર શ્વાસ નાખ પ્રભુ, જયાં લગ કે મન સાફ થાય,

ને તું ચાહે તેમ હું ચાહું, ને તેમ કરું સદાય.

મજ પર શ્વાસ નાખ પ્રભુ, મજ જીવમાં વ્યાપક થા.

ને દિવ્ય આગે મન મારું, પ્રકાશિત કરતો જા.