એલિયાહના ઈશ્વર આગ મોકલ અમ પર,

છે એ જ વિનંતિ અમારી;
દેવાત્મા મોકલ એક મુકિતની રેલ,
ને જાગૃત કર પ્રજા તારી.
ટેક : રે જાગૃત કર પ્રજા તારી, રે જાગૃત કર પ્રજા તારી
આતુર છે ઇચ્છા કે આવે આત્મા, ને જાગૃત થાય પ્રજા તાર

સર્વ શકિતમાન આત્મા કહે છે લોક તારા,

રાત વચન પર આધાર રાખી;
દેવ કરજે કૃપા ને સાંભળ પ્રાર્થના,
ને જાગૃત કર પ્રજા તારી.

3 એ જીતનાર શકિત પ્રેરિતોને મળી,

વાત તારી બદલાતી નથી;
વિશ્વાસ કરવાથી બળ મળે છે ખાસ,
જાગૃત કરવા પ્રજા તારી.