પવિત્ર આગ લઇ ઇસુ, મન મારાને જોશ કર પ્રભુ,

તુજ રકતે સાફ કરી;
મન આત્માને તું દર્શન દે, નવો જન્મ તેં દીધો છે
હાલ દે શકિત તારી.

મન મારુ કદી ન ચળે,સ્તંભે જડાઉં તુજ સાથે,

તારામાં જીવું છુ;
જગની માયા ને મોજમજા, હું ન ચાહુ પણ દરેક રોજ,
ઇસુમાંજ હરખાઉં.

તુજ આત્મા કાજે તુષિત કર કે, ઇચ્છા મારી આવે બર,

મન મારુ થાય ભરપુર;
પ્રભુ, તું પોતે મારો થા, સૌ બળ સહિત પધાર મનમાં,
મનમાં પધાર જરૂર.

મજ ઇચ્છા તારે સ્વાધીન થાય, તારો પ્રકાશ મનમાં ફેલાય

તું મન પર પ્રસન્ન થા,
પૂરો વિશ્વાસ કરવા તેડાઇ, ને તારી પ્રીતે ભરપૂર થઇ,
તારો કરું મહિમા.