હર કલંકથી સફાઇ, હર પાપથી છૂટકારો,

આ દાન અમૂલ્ય હે સ્વામી તું આપવા બંધાયો;
હું હાર્યો વારંવાર, ને દોષિત ઠર્યું મન,
પણ હાલ તુજ પાસ હું આવું છું, સૌ કરીને અર્પણ.

ન છૂપાવું મજ પાપ, પણ થાઉં હિંમતવાન,

ને ખુલ્લી કરું મનની વાત,ધિકકારી અભિમાન;
હું જેવો છું પ્રભુ, લોક ધારે તેવો નહિ,
હું છૂટકારો તરફડું છું, તુજ સન્મુખ આવી અહીં.

તારા અજવાળાથી, હું એવું જોઉં છું,

જે દાન, તું બક્ષે છે, સ્વામી, તે મેં નથી લીધું;
પ્રભુ, તું કૃપાથી, આપી બુદ્વિને બળ,
બચાવી શકે હર ઘડી, શુદ્વતા આપી આ પળ.

તન મન, ધન અર્પું છું, તારી વેદી ઉપર,

હદયમાં તું રાજ કર પ્રભુ, કે ઇચ્છા આવે બર;
તુજ આત્મિક અગ્નિથી, થાએ છે સ્વાર્થનો નાશ,
ને કેવળ તારા પર ટેકી, કરું છું હાલ વિશ્વાસ,

રકતે શુદ્ધ થએલ મન, શુદ્ધ ઈચ્છા ને વિચાર,

ઈશ્વરે વશ કરેલ તદ્દન, જેમાં શાંતિ અપાર;
ખ્રિસ્તના અજવાળામાં, ચાલવું રહેવું સદાય,
આ મહા દાન માને હાલમાં, દીધું છે તારક રાય.