જે સ્તંભ પર ઇસુએ મોત સહ્યું,જેની હેઠળ જય પામ્યો હું,

ત્યાં રૂદીયે તેનું ખુન લાગ્યું, જય ઇસુની જય!
ટેક- જય! ઇસુની જય! જય ઇસુની જય!
ત્યાં રૂદીયે તેનું ખુન લાગ્યું, જય ઇસુની જય.

અજબ રીતે મારી મુકિત થઇ,નિત ઇસુ રહેછે મનની માંય,

સ્તંભની હેઠળ મને તાર્યો તહી, જય ઇસુની જય!

કેટલો પ્રિય છે તે ઝરો ! કેવો આનંદ કે હું માંય પડયો!

ત્યાં પાપનો ડાઘ ઇસુએ કાઢ્યો, જય ઇસુનો જય!

આ જગના બધા લોક આવો,તેમાં નાહો પૂરા શુદ્વ થાઓ,

બચોને બોજાને તારવા જાઓ,જય ઇસુનો જય !