પળે પળ તુજ જરૂર, મજને પ્રભુ,

સત્ય શાંતિદાતા, મારો છે તું.
ટેક -જરૂર તારી જરૂર છે, પળેપળ જરૂર મને,
આશીર્વાદ દે જે ત્રાતા, આવું તુજ કને

પળે પળ તુજ જરૂર, તું મજ પાસ રહે,

પરીક્ષણો નિર્બળ, જો તું પાસે.

પળે પળ તુજ જરૂર, દુઃખ સુખમાં હું,

મજ પાસ રહે કે હું, સંતોષી રહું.

પળે પળ તુજ જરૂર, આજ્ઞા શિખવ,

તુજ મૂલવાન વચનો, મજમાં ઠસાવ.