પ્રિય દેવ તું છે મજ આશ્રો, ધૃજનાર જીવની તું શાંતિ,

નમનાર શિરનો તું છે ટેકો, ચોગમ જ્યારે હોય આંધી,
તને માનીશ, મોત લગ તુજ સ્વાધિન રહી.

ગયા કાળમાં વિશ્વાસ ઓછો, તોફાન મધ્યે રાખ્યો મેં,

ધીમે ધીમે હાલ છે વધ્યો, અણદીઠ વાતો માનીને,
પ્રેમી ઇસુ, તારા હાથ પર ટેકવા દે.

વિશ્ચાસ જેથી વિજય આવે,જયારે હાર પાસે દેખાય,

જે યુદ્વને બદલે જય લાવે, આજથી સદા મારો થાય;
જયવાન વિશ્ચાસ, અજીત જેમાં નથી ભય.