હે દેવ, તું મારો છે પ્રભુ, હું નહિ મૂકું તને,

જ્યાં લગ કે નાશ થાય પાપ મારું, ને મન વિશુદ્વ બને.

હું ધૃજતા હાથે ઝાલું છું, પણ તને નહિ મૂકું,

હું વિશ્વાસથી તને ભાળું, ને તારા ગુણ જાણું,

ઇસુ તારો સર્વ જીતનાર પ્રેમ, મન મારામાં ફેલાવ,

ત્યારે નહિ તોડું તારો નેમ, પામી દેવનો સ્વભાવ.

આકાશથી આગ પડે અને, ખાક કરે પાપ નો ભાવ,

આવ દેવના આત્મા મારા પર, પવિત્ર આત્મા આવ.

સાફ કરનાર આગ મનની આરપાર, ફેલાવી રોશની પાડ,

મને તમામ પવિત્ર કર, ને મજ આત્મા જીવાડ.