મારા દેવની સ્તુતિ કરવા, એક સાફ મન દે મને,

જેને તારું લોહી સદા, પાપ વિના રાખે છે.

એક મન જે નમ્ર લીન આધીન, ત્રાતાનું રાજ્યાસન,

જેમાં સંભળાય છે ખ્રિસ્તની વાણ, ઇસુ છે રાજન.

એક નમ્ર રાંક હૃદય દેજે, વિશ્વાસ કરનાર ને શુદ્વ,

જે ખ્રિસ્તને કદી નહિ તજે,સ્થિર રહેનાર વચ્ચે યુદ્વ.

એક મન જેના છે સાફ વિચાર, દેવની પ્રીતથી ભરપૂર,

પૂર્ણ, ઉત્તમ, ઉપકાર માનનાર, તુજ મન જેવું ઇશ્વર.

હે દેવ, દેજે તારો સ્વભાવ, જલ્દ ઉતર ઉપરથી,

મન મારા પર લખ તારું નામ, સર્વોત્તમ નામ પ્રીતિ.