|
ટેક - નાશ નાશ રે થયો પ્રલય પ્રતાપથી.
|
૧
|
દેવે દીઠું જગતમાં ખોટું, દુઃખ લાવ્યો પાણીનું મોટું રે-નાશ.
|
૨
|
લોક ફરેને મોજ ઘણી માણે, વાત દેવની કોઇ ન જાણે રે-નાશ.
|
૩
|
બઘું સાચું ને સત્યજ ગયું, કેવળ નૂહનું કુટુંબ રહ્યું રે-નાશ.
|
૪
|
નૂહ ન્યાયનો ઉપદેશ આપે, મન ફેરવે નહિ તે પાપી રે-નાશ.
|
૫
|
નૂહે વહાણ બનાવ્યું બહું મોટું, લોક જૂએને લાગે ખોટું રે-નાશ.
|
૬
|
આપ મતે તો ઘંઘો ચલાવે, વાત મનમાં કોઇ ન લાવે રે-નાશ.
|
૭
|
હદ મૂકોને પાણી ચાલ્યું, દેવે પોતાનું વચન પાળ્યું રે-નાશ.
|
૮
|
કોઇ ઘરે ચડે ને કોઇ પહાડે, કોઇ ટેકરે ચડે ને કોઇ ઝાડે રે-નાશ.
|
૯
|
આપી પાપીઓને શિક્ષા ભારો, તેના ભકતોને લોઘા ઉગારી રે-નાશ.
|