ખસ જગ ખાલી, હુ નહિ ઓળખું તને!

તુજમાં નહિ ગણું,નહિ સુખ મળ્યુ મને!
સેવા તારી ઘણી કરી, થયો તારો ગુલામ,
પણ હાલ મારો,છુટકો થયો તમામ.

ધન તારું શું, જો સઘળું મારું હોત,

ચળકાટ દેખાય, પણ તેની માંય છે મોત;
આકાશી ધન પર રાખુ મન,જ્યાં ઉગે ઝાડ અમર,
એક ફળદ્વુપ દેશ, જ્યાં દૂધ ને મધ છે ભર.

આત્મા મારો, વિશ્વાસથી ઉડી જાય,

જ્યાં મારુ ઘર, તે સુંદર દેશની માંય,
પવિત્રસ્થાન દેવ રહે છે ત્યાં,જ્યાં ખ્રિસ્ત કરેછે રાજ,
ને મધ્યસ્થી, કરે છે છે મારે કાજ.