પ્રભુ તુજ હલવાનના લોહી થકી,

મજ કાજ સફાઇ, મજ કાજ સફાઇ;
મજ પાપના ડાઘો ધોવાય સૌ એથી,
પાપમાં જો હું પડયો હોઉં વારંવાર,
ને શેતાન શત્રુ થકી પામ્યો હાર;
પ્રભુ વચનથી હવે છું જીતનાર,
મજ કાજ સફાઇ, મજ કાજ સફાઇ.

રૂદન ભરપૂર સઘળાં પાપો થકી,

મજ કાજ સફાઇ,મજ કાજ સફાઇ,
ઇસુ રકતે સૌ ધોવાય છે નકકી,
ને જ્યારે આવું, સ્વીકારજે તુ ખાસ,
કે ફરી કદી ન થાઉં નિરાશ,
મજ કાજ સફાઇ, મજ કાજ સફાઇ.

ક્રોધ અહંકાર ને સઘળી ભુંડાઇથી,

મજ કાજ સફાઇ, મજ કાજ સફાઇ;
પાપનાં કલંક તથા બીક માણસની,
મજ કાજ સફાઇ, મજ કાજ સફાઇ.
ઇસુ જગત્રાતા, જો નબળો હું છું,
તે પણ વિશ્ચાસથી તને પકડું;
ને તારા બળથી સદા ટકી રહું,
મજ કાજ સફાઇ, મજ કાજ સફાઇ.

લોક મ્હેણાં મારે તેની બીક થકી,

મજ કાજ સફાઇ, મજ કાજ સફાઇ;
બોલવાને ગાવાને થાઉં હિમ્મતી,
મજ કાજ સફાઇ, મજ કાજ સફાઇ.
મને હરાવવા શેતાન કરે જોર,
ને ભૂલવવાને પરીક્ષા લાવે ધોર;
ત્યારે તેના મુખ સામે કરું શોર,
મજ કાજ સફાઇ, મજ કાજ સફાઇ.