ચાલો ગલગથા જઇએ, મજ ત્રાતા મૂઓ ત્યાં,

તેના લોહીથી તમને, મળશે પૂરી શૂદ્વતા;
આપણને પાપથી તારવા, તેણે આપ્યો છે પ્રાણ,
મન સાફ કરીને રાખશે, જો માનશો તેની વાણ
ટેક- દરેક પાપથી તારે છે, દરેક પાપથી તારે છે!
હાલ વિશ્વાસ રાખો,તેનો પ્રેમ ચાખો,દરેક પાપથી તારે છે.

દેવનું દાન પૂરું તારણ, હાલ અહીં મળે છે,

હાલ પૂરું પાપ નિવારણ, પામી શકશો તમે;
હાલ વિશ્વાસથી હાથ ધરજો, વહેશે સાફ કરનાર ધાર,
વિશ્વાસથી નજર કરજો, ને પામશો પૂરો પ્યાર.

હું સોંપીશ તેને સઘળું, દેવની ઇચ્છા કરવા,

તે સાફ કરશે મન મારૂં, આવશે પ્રેમથી ભરવા;
તે હાલ મને તારે છે, તે પર છે, સૌ આધાર.
મને આત્મા મળે છે, જય આપે છે તારનાર.

મન શાંતિથી ઉભરાય છે, અંતરાનંદ થકી,

આત્મિક વિશ્રામ સદાય છે, મજ વેતન છે નકકી;
સ્વર્ગી માપથી માપે છે, ને દે છે સુખ ભરપૂર
ને સ્વર્ગી ધન આપે છે, ગૌરવ હોજો જરૂર.