SA202
૧ | અમો આવીયાં આજ સૌ ખ્રિસ્ત નામે,અમો આવિયાં તો ઇસુને વિરામે; અમે સેવ ત્રાતા તણી આજ કીધી અને દેવ દાતા તણી વાત લીધી. |
૨ | અમારાં બધાં પાપ તો માન્ય કીધાં,અને ખ્રિસ્ત દેવે બધાં ભૂંસી દીધાં સદા શુદ્ધ આત્મા હવે ખ્રિસ્ત,દેજો, અને દર્દ સંધાં ઇસુ ખ્રિસ્ત, લેજો. |
૩ | અમો જીવિયે ભૂતળે ત્યાં જ સુધી, તમો પાસ રહેજો દઇ શુદ્ધ બુદ્ધિ, પછી મોતનું તેડું તો જ્યારે આવે,અમોને તમો પાસ તે ત્યારે લાવે. |
૪ | અમો તો તમોથી ખરું સુખ લેશું, અને સર્વકાળે તમો પાસ રહીશું તમો છો અમારા ખરા પાળનારા, તમોને મૂકીને અમો ના જનારા. |