ટેક : મજ આત્મા ગા, પવિત્ર પ્રભુને.

કેવો મહાન (૨) મજ આત્મા ગા

ઇશ્વર મહાન તારી સૃષ્ટિ નિહાળતાં,

વિચારું હું કાર્યો તારા મહાન,
સિતારા જોઉં સાંભળું જોરાવવ ગર્જના
સામર્થ્ય તારું સૌ વિશ્વમાં દેખાય.

વિચારું હુ જ્યારે જંગલ વનોમાં

વૃક્ષો પરે સૂણું પક્ષી ગાતાં,
ગિરી પરથી દ્રષ્ટિ હું નીચે કરૂં,
વહેતા ઝરણા, વાતો મૂદુ પવન.

સમજું નહિ વિચાર કરું હું જ્યારે,

ઇશ્વર તેના પુત્રને અર્પે છે,
વધસ્તંભ પર બોજ આનંદથી સહેતો,
મૂત્યુ સહ્યું પાપોની માફી કાજ.

હર્ષોલ્લાસ સાથ, ખ્રિસ્ત આવશે જ્યારે,

સ્વર્ગે લેશે દિલ આનંદેઉભરાય,
નમન કરીશ નમ્ર ભકિતમાં તેની
પોકારીશ હું દેવ કેવો છે મહાન ?