પ્રભુ બોલે, તુજ સેવક સાંભળે,

વાટ જોતો કૃપાવંત વાણી કાજ
આનંદ આપનાર વાણી ઝંખતો,
હવે સંભળાવ વાણી પ્રભુ,
હું સાંભળું છું તુજ વાણી,
આપ આજ્ઞા મને તારી.

મારું નામ લઇ બોલ ઓ પ્રભુ,

કે હું જાણું જે છે મુજ વાટ,
બોલ કે હું તુજ પાછળ ચાલું,
દ્રઢ, ને મુકત પગલાં ભરતાં,
જ્યાં ભરવાડ ઘેટાં દોરે છે,
તુજ ખડકની છાયામા.

પ્રભુ, બોલ, હું તુચ્છ ને નાનો,

ન જવા દે સૂણ્યા વિના
પ્રભુ બોલ કા કે તું જાણે,
મારા મનની સર્વ ઇચ્છા,
મારી સેો ગરજ ખરી તું જાણે
બોલ ને આશિષ આપ મને.