ટેક : પ્રભુ તારા રાજમાં કોણ જાશે રે?

જે નિર્દોષી જ કહેવાશે, પ્રભુ તારા રાજમાં તે જાશે રે.

જે સાધુ શીલતામાં ચાલે રે, જે ન્યાયપણું સદા પાળે રે,

સત્યતાથી જવાબ જે આલે, પ્રભુ તારે રાજમાં તે જાશે રે.

જે ચાડી ચૂગલી નથી કરતો રે, પાડોશીનુ દ્રવ્ય નવ હરતો રે,

ભૂંડું કોઇનું હૃદે નવ ધરતો, પ્રભુ તારા રાજમા તે જાશે રે.

પાડોશી પર તહોમત ન નાખે રે, તે તો બોલ્યું ચાલ્યું સર્વ સાંખે રે,

તારા રાજનો રસ તે ચાખે, પ્રભુ તારા રાજમાં તે જાશે રે.

જે પાજીને માન નવ દેતો રે, પ્રભુ ભકતની સાથે રે તો રે,

જે બોલ્યું સર્વનું સહેતો, પ્રભુ તારા રાજમા તે જાશે રે.

પ્રભુ ભકતને માન જે આપે રે, કદી કોઇને નહિ સંતાપે રે,

તેને પોતાનો કરી થાપે, પ્રભુ તારા રાજમાં તે જાશે રે.

જે વ્યાજ કદી નહિ ખાશે રે, ભૂંડી લાંચને જે નહિ ચહાશે રે,

તેને શાંતિ સદાની થાશે, પ્રભુ તારા રાજમાં તે જાશે રે.