મારું છે, તે હું જ કમાયો,

હું પદથી સમજતો પૂર્વે,
ખિન્નતા હાલ મને.

હું મજ ભાર્યા કન્યા સુત સૈા,

ચરણોને તુજ દાસ છીએ અમે,
થાઉં છું શરણે.

વાત,વિચાર ને વર્તન મજ સહુ,

હે સ્વામી તુજ ઇચ્છા વશ બહુ,
સોંપુ તુજ ચરણે.

સત્ય જીવન,અને માર્ગ ખરો તું,

આશ્નય દે ભવ પાર ઉતાર તું,
કરજે શુદ્ધ મને.