ઈસુ પહાડ ઉપર શિષ્યોના, ઉપદેશ આપવા લાગ્યો રે પ્રભુજી.
ધન છે આત્મામાંના રાંકને, સ્વર્ગીરાજ તેઓનુ છે પ્રભુથી.
ધન છે શોક કરનારાઓને, તેઓ દિલાસો પામશે પ્રભુથી.
ધન છે નેકીના ભુખ્યાને, કેમકે તેઓ ધરાશે પ્રભુથી.
ધન છે દયાળુ જનોને, તેઓ પણ દયા પામશે પ્રભુથી.
મનમાં જે શુદ્ધ તેને ધન છે, દેવનું દર્શન તે કરશે પ્રભુથી.
મેળ કરનારાને ધન છે, દેવનુ દીકરા કહેવાશે પ્રભુથી.
સતાવેલાઓને ધન છે, ખિસ્તને માટે સહે તેમને પ્રભુથી.
નિંદા બદલે આશિષ પામશે, રાજ આકાશી તેમનું છે પ્રભુથી.
૧૦ સતાવાએલા બહુ હરખાઓ, સાચું કામ સફળ થાશે પ્રભુથી.