ન કરે અભિમાન, પવિત્ર સિપાઇ,

ને કરે આપ વખાણ, જે પામ્યો પવિત્રાઈ.

ન થાય તે મતલબી, પવિત્ર સિપાઇ,

છે સદા નિર્લોભી, જે પામ્યો પવિત્રાઈ.

ન રાખે મૂર્ખ રીત, પવિત્ર સિપાઇ,

પેાતા પર પામી જીત, જે પામ્યો પવિત્રાઈ.

આળસુ પડી ન રહે, પવિત્ર સિપાઇ,

હંમેશા શ્રમ કરે, જે પામ્યો પવિત્રાઈ.

સત્યતાથી વર્તશે, પવિત્ર સિપાઇ,

જૂઠાઇથી દૂર રહે, જે પામ્યો પવિત્રાઈ.

પોતાનું સર્વ સુદ્ધાં, પવિત્ર સિપાઇ,

અર્પાશે આ યુદ્ધમાં, જે પામ્યો પવિત્રાઈ.

મનમાં છે પૂરો પ્રેમ, પવિત્ર સિપાઇ,

નથી કંઇ બીક કે વહેમ, જે પામ્યો પવિત્રાઈ.

શું તમને કહી શકાય, પવિત્ર સિપાઇ,

જો નહિ તો હાલ થઇ જાઓ, ને પામી લો સફાઇ.