ટેક : ઓ બળવાન આત્મા અમારી ઉપર આવ

તારું દાન આપી મનમાં ખરી શાંતિ લાવ.

સત્યના આત્મા અમારા મનમાં રહે,

મનમાં તારો પ્રકાશ પાડી ખરૂં જ્ઞાન દે.

પ્રાર્થનાનો આત્મા, હે પ્રભુ મને આપ,

જય હંમેશાં મને આપી, પાપનાં મૂળો કાપ.

પ્રીતિથી ભરપૂર કરને, ધીરજવાન બનાવ,

તારી ઇસ્છા મુજબ મારી પાસે કામ કરાવ.