SA179
ટેક - સર્વશકિતમાન ઇસુ દે છે પવિત્રાઇ. | |
૧ | દિલ મારું લે પ્રભુ પ્રીતિથી ભરજે, ખાત્રી છે કે તારાથી થાય. |
૨ | સંદેહ ને બીક તારા વાસામાં રહે નહિ, વૈરભાવ ક્રોધ બધાં પ્રીતથી ખસેડાય. |
૩ | પાપ કરવાની ઈચ્છા મનમાંથી કાઢજે, કરજે રાજ પ્રભુ અંતરની માંહે. |
૪ | જગનું માન છે છાયાની માફક, જગનું ધન બધું ધૂળ જેવું થઇ જાય. |
૫ | મનમાં શુદ્ધ જે દેવને જોનારા, તેમને ધન રે કેમ ના કહેવાયં ? |
૬ | કહ્યું ઇસુએ માગોને મળશે, માગી મેં ને મળી પવિત્રાઇ. |