SA175
ટેક - ઇસુને ભજો, ભય સંશય તજો - ઇસુને ભજો. | |
૧ | ઇસુની પાસે આવો વિશ્વાસે, પાપના જડ થકી આવીને છૂટજો. (૨) - ઇસુને ભજો |
૨ | વારંવાર તમે કેમ પામો હાર ? જૂના સ્વભાવ થકી હાલ બચી જજો. (૨) - ઇસુને ભજો |
૩ | ઝરો ઉઘાડો છે, હાલ તેમાં પડો, શુદ્ધ થઇ, વધુ ઉપયોગી થજો. (૨) - ઇસુને ભજો |
૪ | ખ્રિસ્તની વાણી હરઘડી માની, આત્માના હથિયારો હાલ તમે સજો. (૨) - ઇસુને ભજો |