SA174
ટેક:આપણી ચાલથી જણાએ જી (૨) મુકિતની અસર દરેક વાતમાં દેખાય જી. | |
૧ | સાચું બોલવું સાચું રહેવું, જૂઠ્ઠા નર્કમાં જશે; ઇસુનો સિપાઇ પૂરા, મનથી સાચો થશે. |
૨ | મૂર્ખાઇનો નકાર કરી, બુદ્ધીથી રોજ ચાલે; હલકી વાતચીત દૂર કરીને, મનથી ધર્મ પાળે. |
૩ | પાપી સાથ કેમ હસવા બેસે, જમ ઊભો છે પાસે; આજે જે જન હસતો હોએ, કાલ કદી મરી જાશે ? |
૪ | મનમાં અશુદ્ધ વિચાર કરી, દેહને ન વટાળો; શરીર ખ્રિસ્તનું મંદિર જાણી, કદી ન બગાડો. |